=> Book: #Electrical_Installation Guide 2013 - By Schneider Electric
=> #PDF - 13.1MB
=> => Download Link ( Direct Download Without Registration ):
http://goo.gl/Bsk44q
http://goo.gl/Bsk44q
Get more from: Free EEE Books & Apps
Calibre is a free and open source e-book computer software application suite for multiple platforms. It allows users to manage e-book collections, as well as to create, edit and read e-books. It supports a variety of formats, including the common EPUB and Amazon Kindle formats, e-book syncing with a variety of e-book readers and conversion between e-book formats, within DRM restrictions.
History
Kovid Goyal started developing libprs500 on 31 October 2006, when the Sony PRS-500 was introduced. The main idea was to enable the use of the PRS-500 on Linux. Goyal, with support from the MobileRead forums, reverse-engineered the proprietary file format LRF.
In 2008, the name was changed to calibre, generally written in lowercase even at the beginning of a sentence.
|
Feb 05, 2014 00:06
ટેક-ટોનિક - સ્મિથ સોલેસ
આજે નોકરી કરનારા લોકોને પુસ્તકો વાંચવાનો સમય બહુ ઓછો જ મળે છે. કેટલીક વાર પુસ્તકાલયમાં અથવા મોલમાં સારું પુસ્તક ખરીદી લીધા પછી પણ સમયના અભાવને લીધે પુસ્તક વાંચી ન શકવાનો અફસોસ રહે છે. હવે બજારમાં એવી ફોન એપ આવી છે જેનાથી આવો પ્રશ્ન નહીં ઉદ્ભવે, કેમ કે આ એપ વિવિધ બુકના ઓડિયો વર્ઝનને પ્લે કરે છે. ફક્ત યોગ્ય પુસ્તક શોધીને ઉપયોગકર્તાએ ફોન લાઇબ્રેરીમાં ડાઉનલોડ કરવાનું રહે છે અને ત્યારબાદ એમપીથ્રી ગીતોની સીડી સાંભળતા હોય તેમ ઓડિયોબુકને ફોનમાં પ્લે કરવાની રહે છે. આ રસપ્રદ એપનું નામ છે ઓડિબલ એપ્લિકેશન. આ એપ્લિકેશન પુસ્તકો વાંચનાર લોકો માટે તેમજ દૃષ્ટિની ખામી ધરાવતા લોકો માટે વરદાન સમાન છે.
કેવી રીતે ડાઉનલોડ કરી શકાય?
આ એપ્લિકેશન ગૂગલ પ્લે-સ્ટોર પર મફત ડાઉનલોડ કરી શકાય છે. અન્ય ફોનના સ્ટોર પર આ એપ્લિકેશન ઉપલબ્ધ છે. તેમજ આ એપ્લિકેશન વિન્ડોઝ ૮ ડિવાઇસ ટેબ, વિન્ડોઝ ૮ ફોન, એન્ડ્રોઇડ ફોન અને આઇફોનને પણ સપોર્ટ કરે છે. આ એપ દરેક ફોનના સપોર્ટ ફોર્મેટ પ્રમાણે ડાઉનલોડ કરવી જરૂરી છે એટલે કે ફોન પ્રમાણે જે તે એક્સ્ટેન્શન હોવું જ રહ્યું.
કેવી રીતે ઉપયોગમાં લઈ શકાય?
સૌ પ્રથમ ડાઉનલોડ કરીને આ એપ ઇન્સ્ટોલ કરવી. ફોનની ઓપરેટિંગ સિસ્ટમ પ્રમાણે ફોનમાં મેમરી કાર્ડ કે ફોનની ઇન્ટર્નલ મેમરીમાં ઓપ્શન મુજબ ઇન્સ્ટોલેશન કરવું. ઓપ્શન મુજબ સિલેક્શન આપ્યા બાદ ફોનમાં ઇન્સ્ટોલેશન પૂર્ણ થઈ જશે. આ ઇન્સ્ટોલેશન બાદ ફોનમાં ઓપ્શન મુજબ ચેક કરતાં એપ્લિકેશનની લાઇબ્રેરી જોઈ શકાય છે. જે કોઈ ઓડિબલ ઓડિયોબુક ડાઉનલોડ થશે તેને આ લાઇબ્રેરીમાં જોઈ શકાય છે અને લાઇબ્રેરીમાંથી જ પ્લે પણ કરી શકાય છે. આ સિવાય ફાઇલોને બ્લૂટૂથ કે વાઇફાઇથી ટ્રાન્સફર કરવા ફોન લાઇબ્રેરીમાંથી જ શક્ય છે. જોકે ફોનની ડિવાઇસ પ્રમાણે મોટાભાગના લોકો નેટ કનેક્શન સારું હોય તો ઓડિયોબુક એપ્લિકેશન પરથી સીધી જ ઓડિયોબુક સાંભળતા હોય છે. ફક્ત ઓડિયો જ વાગે એવું પણ નથી, બન્ને વાંચીને અને સાંભળીને ઓડિયોબુક ઉપયોગમાં લઈ શકાય છે.
ઓડિબલ ઓડિયોબુક એપ્લિકેશનની ઉપયોગિતા
સામાન્ય રીતે દરેક યુવાનોને ગીતો સાંભળવાનો જ શોખ હોય છે અથવા ઓડિયોબુક ફક્ત અંધજન જ વાંચે એવી ખોટી માન્યતા હોય છે. જ્યારે ઓડિયોબુકમાં ગીત સિવાય કોઈ ફિલ્મની વાર્તા, પ્રેમકથા, જોક્સ, ગમ્મત અને શ્રાવ્ય માહિતી, વિજ્ઞાનના પ્રયોગ વગેરે હોય છે. આ રીતે ઓડિયોબુક એપ્લિકેશન ક્રાંતિકારી એપ છે. ઓડિયોબુક એપ્લિકેશન જ્ઞાન સાથેનું સ્વચ્છ મનોરંજન પૂરું પાડે છે. ઓડિયોબુક એપ્લિકેશનમાં ચેપ્ટર નેવિગેશન, બુકમાર્ક, સ્લિપ મોડ, ઓડિયોબુક રીડરની વાંચવાની ઝડપમાં વધારો-ઘટાડો વગેરે સરળ ઓપ્શન હોય છે. ચેપ્ટર નેવિગેશન એટલે કે પુસ્તકમાં વાંચતી વખતે કોઈ પણ કારણસર અડધેથી કે કોઈ ચોક્કસ પાના નંબરથી વાંચવું હોય ત્યારે આ ઓપ્શનનો ઉપયોગ થાય છે. બુકમાર્ક દ્વારા કોઈ ચોક્કસ પાના નંબર સુધી વાંચન કર્યું એ યાદ રાખી શકાય છે. આ એપ્લિકેશન મલ્ટિટાસ્કિંગ એપ છે, જેનાથી ફોનમાં આ એપ ઓન કર્યા બાદ પણ અન્ય એપ ઉપયોગમાં લઈ શકાય છે. અમુક લેટેસ્ટ ઓડિબલ ઓડિયોબુક પ્રીમિયમ હોવાથી ખરીદીનું ઓપ્શન પણ આપેલું છે. ઉપયોગકર્તા જરૂર મુજબ ઓડિબલ ઓડિયોબુક, પ્રીમિયમ બુક ખરીદી શકે છે. જેટલી બુક ઉપયોગકર્તા દ્વારા વાંચવામાં આવે તે પ્રમાણે અમુક બેચ ઓડિયોબુક ઉપયોગકર્તાને આપવામા આવે છે. આ બેચ ઓડિયોબુક ઉપયોગકર્તાની ઓડિયોબુક એકાઉન્ટ પર જોઈ શકાય છે. આ રીતે બેચ આપવાનો અર્થ એ જણાવવાનો છે કે જે તે ઉપયોગકર્તા કેટલા સારા વાચક છે. ઓડિયોબુક ઉપયોગકર્તા પોતે રજિસ્ટર થયેલા એકાઉન્ટ વડે ફેસબુક અને ટ્વિટર પર વાંચવામાં આવેલી ઓડિયોબુક શેર કરી શકે છે. આ સિવાય ન્યૂઝ પણ ઓડિયોબુક ઉપયોગકર્તા આ એપ દ્વારા વાંચી શકે છે. કેટલાક લેખક પોતાનો સ્વર(અવાજમાં) ઓડિયોબુકમાં રેકોર્ડ કરતા હોય છે, માટે ઓડિયોબુક ઉપયોગકર્તા વાર્તા કે તે બાબતનાં સાચાં પાસાં વિશે માહિતી મેળવે છે.
|